Tuesday, January 18, 2011

મોજીલા ગુજરતી


દરિદ્રતા અત્યન્ત પ્રાણનાશક અને પ્રચલિત રોગ છે
ચારિત્રય એટ્લે સારી ઈચ્છાઓનો વિકાસ પામેલો સમુહ.
ચારિત્રયનો પાયો સત્કર્મ છે
વ્યક્તિગત ચારિત્રય સમાજની આશા છે
ગીતા તો ચારિત્રયની દાસી માત્ર છે
ખરાબ ચારિત્રયવાળા થી મિત્રતા કરશો નહી.
સુંદર ચારિત્રય એ તમામ કળાઓમાં સૌથી સુંદર કળા છે
************મોજીલા ગુજરતી****************

Friday, January 14, 2011

મોજીલા ગુજરતી


જાતને કેળવે તે સર્વત્ર બધું મેળવે
ગરીબી ખાનદાનીને દબાવી શકતી નથી
ગરીબી પ્રગત કરવી વધારે કષ્ટદાયક છે
ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની કસોટી છે
જેની પાસે ધન ઓછુ છે તે ગરીબ નથિ
જે પોતાની જાત ને ગરીબ માને છે તેજ ગરીબ છે
ઇશ્વર ગરીબને ગરીબ રખીને એ તપાસે છે કેતેમાં હીંમત છે કે નહી
**********મોજીલા ગુજરતી***********

Friday, December 31, 2010

સાચુ કરે તેને, ખોટુ કરનારને



સાચુ કરે તેને માથે ઇલ્જામ છે,

ખોટુ કરનારને આજે ઇનામ છે,

સાચુ બોલે તે રહે છે ભુખ્યો,

ખોટુ બોલનારને પકવાન બેફામ છે,

સત્ય પર ચાલનારને નથી એક લોટો પાણી,

પણ ખોટાઓને હાથે ભરપુર જામ છે,

સત્ય ની પરિભાષા ભુલ્યા છે લોકો,

અને અસત્ય તો આજે સરે આમ છે,

સાચુ બોલી, કરી, ન જીવાય કલયુગમા,

આવુ જ બોલનારાઓની ભરમાર ખુલેઆમ છે

Thursday, December 30, 2010

દીલ ની વેદ ના




રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?

નિજ
મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!

કોણે
કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!

છો
ને ફર્યા, નથી કંઈ દી’થી ડરી જવાના!
એ શું કરી શક્યા છે, એ શું કરી 
જવાના!

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે
પ્રકાશ આંધીઓમાં 
પણ પાથરી જવાના!

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર 
જખ્મને નજરથી ટાંકા ભરી જવાના!

સ્વયં વિકાસ છીંએ, સ્વયં વિનાશ છીંએ!
સ્વયં
ખીલી જવાના, સ્વયં ખરી જવાના!

સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ 
છીંએ!
દીપક નથી અમે કૈં ઠાર્યા ઠરી જવાના!

અય કાળ, કંઈ નથી ભય, 
તું થાય તે કરી લે,
ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!

દુનિયા શું
કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના